Wednesday 7 May 2014

લઘુમતિ શિક્ષણ સંસ્‍થાઓ RTE કાયદો લાગુ નહિ પડેઃ સુપ્રિમ........!

 

લઘુમતિ શાળાઓમાં RTE કાયદો લાગુ કરવાથી બંધારણનું ઉલ્લંઘન થશે તેમ સર્વોચ્‍ચ અદાલતે જણાવ્‍યું: જો કે બિન સહાયતા પ્રાપ્‍ત ખાનગી શાળાઓમાં આ કાયદો લાગુ થશે: ગરીબી રેખા હેઠળ જીવતા બાળકો માટે રપ% બેઠક અનામત રાખવી પડશેઃ આ કાયદા હેઠળ તમામ બાળકોને અનિવાર્ય અને મફત શિક્ષણ આપવાની જોગવાઇ


 નવી દિલ્‍હી તા.૭ : સુપ્રિમ કોર્ટની પાંચ ન્‍યાયધીશોવાળી બંધારણીય બેન્‍ચે મંગળવારના આપેલા ચુકાદામાં કહ્યુ કે, શિક્ષણ અધિકાર (આરટીઇ) કાયદાને લઘુમતિ શાળાઓમાં લાગુ કરવો બંધારણનું ઉલ્લંઘન ગણાશે. છ થી ચૌદ વર્ષ સુધીના બાળકોને અનિવાર્ય અને મફત શિક્ષણ આપવાનો અધિકાર આપતો આરટીઇ કાયદો લઘુમતિ શિક્ષણ સંસ્‍થાઓ પર લાગુ નહી કરી શકાય. જો કે કોર્ટે કહ્યુ કે, લઘુમતિઓ માટેની શૈક્ષણિક સંસ્‍થાઓ સિવાય બાકી તમામ બિન સહાયતા પ્રાપ્‍ત શાળાઓ પર આ કાયદો લાગુ થઇ શકશે. બંને ચુકાદાઓ સુપ્રિમ કોર્ટના મુખ્‍ય ન્‍યાયધીશ આર.એમ.લોઢાની અધ્‍યક્ષતાવાળી પાંચ સભ્‍યોની બંધારણીય બેન્‍ચે પડકારનારી લઘુમતિ શિક્ષણ સંસ્‍થાઓની અરજી સ્‍વીકારીને ર૦૧રમાં ત્રણ ન્‍યાયધીશો દ્વારા આપવામાં આવેલ ચુકાદાને ફગાવી દીધો હતો. જેમાં કહેવામાં આવ્‍યુ હતુ કે સહાય પ્રાપ્‍ત લઘુમતિ શિક્ષણ સંસ્‍થાઓ પર આરટીઇ કાયદો લાગુ થશે અને તેમણે પણ ગરીબી રેખા હેઠળ આવતા રપ% બાળકોને પ્રવેશ આપવો પડશે. મંગળવારના બંધારણીય પીઠે આ પુર્વ ચુકાદાને બરતરફ કરતા કહ્યુ કે લઘુમતિ સંસ્‍થાઓ પર આ કાયદો લાગુ કરવાથી બંધારણની કલમ-૩૦ (૧)નું ઉલ્લંઘન થશે. આ કલમ હેઠળ લઘુમતિને વિશેષ દરજ્‍જો આપવામાં આવ્‍યો છે.

      જો કે સર્વોચ્‍ચ ન્‍યાયાલયે આરટીઇ કાયદાને માન્‍ય રાખીને બિનસહાયતા પ્રાપ્‍ત પ્રાઇવેટ શાળાઓની અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યુ હતુકે આ કાયદો બંધારણને અનુરૂપ છે અને તેના મુળ રૂપરેખાની વિરૂધ્‍ધ ન હોવાથી તેનો અમલ કરવો જરૂરી છે.

      શૈક્ષણિક અને સામાજીક રીતે પછાત લોકોને બોરબરી પર લાવવા માટે બંધારણમાં જોગવાઇ કરવાનો સરકારને અધિકાર છે. આરટીઇ કાયદો બંધારણમાં મળેલ વ્‍યવસાયની સ્‍વતંત્રતાના મૌલિક અધિકારનો હનન કરતો નથી. કોર્ટે કહ્યુ કે રપ ટકા ગરીબ કાળકોને પ્રવેશ આપવાનો કાયદો બિન-સહાયતા પ્રાપ્‍ત પ્રાઇવેટ સ્‍કુલ પર લાગુ થશે.

      સાથોસાથ સુપ્રિમ કોર્ટે અન્‍ય એક મામલામાં કર્ણાટક સરકારની એક અરજી ફગાવી દેતા જણાવ્‍યુ છે કે સરકાર ભાષાકીય લઘુમતિવાળી શૈક્ષણિક સંસ્‍થાઓ પર પ્રાથમિક શિક્ષણ માટે ફકત પ્રાદેશિક ભાષાનું જ માધ્‍યમ અપનાવવા માટે દબાણ કરી શકે નહી. હકીકતે ૧૯૯૪માં કર્ણાટક સરકારે બે આદેશો જારી કરી એક થી ચાર ધોરણ સુધીનું શિક્ષણ ફકત કન્‍નડ ભાષામાં જ આપવુ તેવુ જાહેર કર્યુ હતુ.



No comments:

Post a Comment