Thursday 8 May 2014

કેન્‍દ્રીય કર્મચારીઓને મળતા વિવિધ ભથ્‍થામાં વધારો પ૦ લાખથી વધુ કર્મચારીઓને મળી ભેટ ...........!

લગભગ પ૦ લાખ કર્મચારીઓને ભેટ આપતા કેન્‍દ્ર સરકારે બાળકોને શિક્ષણ ભથ્‍થુ સહિત અનેક પ્રકારના અનુદાનમાં વધારો કર્યો છે. કાર્મિક મંત્રાલય તરફથી જારી એક આદેશમાં જણાવાયુ છે કે, કર્મચારી એક બાળકના શિક્ષણ માટે વર્ષમાં રૂ.૧૮૦૦૦નો દાવો કરી શકે છે. આ પહેલા તેઓને રૂ.૧ર૦૦૦ વાર્ષિક રિયેમ્‍બર્સમેન્‍ટ મળતુ હતુ.

      આ પ્રકારે શારીરિકરૂપથી વિકલાંગ બાળકોની દેખરેખ માટે મહિલા કર્મચારીઓને ખાસ ભથ્‍થા તરીકે હવે રૂ.૧૦૦૦ માસિકને બદલે રૂ.૧પ૦૦ મળશે. વિકલાંગ બાળકોના શિક્ષણ માટે કેન્‍દ્રીય કર્મચારી વર્ષમાં ૩૬૦૦૦ રૂપિયાનો દાવો કરી શકે છે. આ પહેલા વિકલાંગ બાળકોના શિક્ષણ માટે કર્મચારી ર૦૦૦ રૂ. પ્રતિ મહિને દાવો કરવા અધિકાર મેળવતા હતા. કર્મચારીઓ માટે આ સુધારેલા ભથ્‍થાઓ જાન્‍યુઆરી ર૦૧૪થી લાગુ થશે.

No comments:

Post a Comment