Monday, 30 December 2013

ગુજરાતમાં વિદ્યાસહાયકની ભરતીના નિયમોમાં વિસંગતતા

અમદાવાદ, તા.૩૦ગુજરાતમાં વિદ્યાસહાયકની ભરતી કરવા સામે હાઈકોર્ટે સ્ટે આપી દીધો છે. આનું મૂળ કારણે એ છે કે ગુજરાતમાં વિદ્યાસહાયકની ભરતીના નિયમોમાં અનેક વિંસગગતા છેઆ વિસંગતતાના કારણે ભરતી મામલે વારંવાર વિવાદ પેદા થાય છે.ભરતી પહેલાં ટેટ-૧ પરીક્ષા યોજવા માગણીઆ અંગે વિદ્યાસહાયક માટે લાયક ઉમેદવારો દ્વારા ચોક્કસ અને ચુસ્ત નિયમો ઘડવા માટે માગ થઈ રહી છે. ઉપરાંત જો ધોરણ ૧ થી ૫માં નવી ભરતી કરવાની થાય તો તે પહેલા ટેટ-૧ યોજવા પણ શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.ધોરણ ૬ થી ૮માં છેલ્લાં વર્ષોમાં ગણિત-વિજ્ઞાન અને ભાષા વિષયોની ભરતી મોટી સંખ્યામાં થઈ છે જ્યારે સામાજિક વિજ્ઞાન વિષયની ભરતી પૂરતી માત્રમાં થઈ નથી. ટેટ-૨ પાસ વિદ્યાર્થી અશ્વિન વાઘેલાએ કહ્યું હતું કે, રાજ્યમાં તાકીદે સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકોની ભરતી કરવી જોઈએ અને આ માટે અમે લેખિતમાં શિક્ષણ વિભાગમાં રજૂઆત પણ કરી છે.પ્રાથમિક શિક્ષણ નિયામકની બેદરકારીને કારણે છબરડાઅમદાવાદ : પ્રાથમિક શિક્ષણ નિયામક તરીકે આર.સી.રાવલ હાલ છેલ્લા ત્રણેક વર્ષથીએક્સ્ટેન્શન પર છે. છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાસહાયકની ભરતી સંદર્ભે અનેક છબરડાં થયા છે અને કોર્ટ મેટર પણ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક શિક્ષણ નિયામકની બેદરકારીને કારણે વિદ્યાસહાયકની ભરતીમાં વારંવાર છબરડાં થઈ રહ્યા છે આ સંદર્ભે શિક્ષણમંત્રીએ પણ નક્કર તપાસ કરાવવી જોઈએ જેના કારણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં અન્યાય થાય નહીં.

No comments:

Post a Comment