ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની
અભ્યાસક્રમ સમિતીની બેઠક આજે ગાંધીનગર ખાતે મળી હતી. જેમાં આગામી જૂન-૨૦૧૭
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ-૯ થી ૧૨નાં અભ્યાસક્રમને
બદલવા માટે મંજુરી આપવામાં આવી છે.
નવો અભ્યાસક્રમ શરૂ કરવા માટે
વિષયવાર તજજ્ઞોની સમિતીઓ બનાવવામાં આવી છે. આ તજજ્ઞોની ટીમ અભ્યાસક્રમ
તૈયાર કરીને પ્રાયોગિક ધોરણે અમુક શાળાઓમાં દાખલ કરશે જેની ચકાસણી બાદ
જરૂરી સુધારા વધારા કરીને જુન-૨૦૧૭થી નવો અભ્યાસક્રમ અમલી બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ચાલુ શૈક્ષણિક સત્રથી ધોરણ-૧ થી ૫માં નવો અભ્યાસક્રમ
અમલી બનાવાયો છે.
No comments:
Post a Comment