Wednesday 18 June 2014

Good news :- શિક્ષકો માટેની વર્ધીત પેન્‍શન યોજનાને હવે અમલી કરાશે ....!

રાજ્‍યના અંદાજે ૫૦૦૦ શિક્ષકોને લાભ મળશે :મહાનગરપાલિકા વિસ્‍તારના પ્રાથમિક શિક્ષકો માટે બંધ કરાયેલી યોજનાના બદલામાં નવી પેન્‍શન યોજના અમલી
અમદાવાદ: મહાનગર પાલિકા વિસ્‍તારના પ્રાથમિક શિક્ષકો માટે વર્ષ ૨૦૦૫થી બંધ કરાયેલી જીપીએફ યોજનાના બદલામાં અસ્‍તિત્‍વમાં આવેલી વર્ધીત પેન્‍શન યોજનાનો અમલ કરવા માટે રાજ્‍ય સરકારે પરિપત્ર જાહેર કરી સુચના આપી છે. જેના કારણે રાજ્‍યના અંદાજીત ૫૦૦૦થી વધુ શિક્ષકોને સીધો લાભ મળશે.પ્રાપ્ત થતી માહિતી મુજબ ૨૦૦૫થી જીપીએફ યોજના બંધ કરાયા બાદ વર્ધીત પેન્‍શન યોજના પીપીએફ શરૂ કરાઈ હતી પરંતુ રાજ્‍યમાં વડોદરા સહિતની મહાનગર પાલિકાઓ અને નગર પાલિકા વિસ્‍તારની પ્રાથમિક શાળાઓમાં વર્ધીત પેન્‍શન યોજનાને લગતી કોઈ જ કાર્યવાહી કરાઈ નહોતી. એટલું જ નહીં આ યોજનાનો અમલ પણ ખરાયો નહોતો. પરિણામે મહાનગર પાલિકા, નગર પાલિકા હસ્‍તકની શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકોને તેનો લાભ મળતો નહોતો. વર્ધીત પેન્‍શન યોજનાનો અમલ નહીં કરાતાં ૨૦૦૫ પછી નોકરીમાં દાખલ થતા નવા શિક્ષકો પીએફની સુવિધી મળતી નહોતી. આ અંગે ગુજરાત રાજ્‍ય મહાનગર પાલિકા પ્રાથમિક શિક્ષણ મહામંડળના પ્રમુખ સનત પંડયા તેમજ શિક્ષણ સંધના પ્રમુખ પિનાકીન પટેલ દ્વારા રાજ્‍ય સરકારના શિક્ષણ વિભાગમાં વારંવાર રજુઆત કરાતી હતી. ઉક્‍ત રજુઆતના ભાગરૂપે રાજ્‍ય સરકારે તા. ૩૦મી મેના રોજ પરિપત્ર જાહેર કરી નવી વર્ધીત પેન્‍શન યોજનાનો અમલ તત્‍કાલ કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીઓ, મહાનગરોના શાસનાધિકારીઓ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સુચના આપી છે. આ પરિપત્રને કારણે રાજ્‍યભરના અંદાજે ૫૦૦૦તી વધુ પ્રાથમિક શિક્ષકોને લાભ થશે. સાથે વર્ધીત પેન્‍શન યોજનાનો અમલ શરૂ કરવાને કારણે ગ્રામીણ વિસ્‍તારમાંથી બદલી કરીને મહાનગરમાં આવવા માંગતા શિક્ષકોની સંખ્‍યા વધશે

No comments:

Post a Comment