Wednesday, 16 April 2014

રાજ્યના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, મોંઘવારી ભથ્થામાં 10 ટકાના વધારો


ગુજરાત રાજ્યના આઠ લાખ કર્મચારીઓ માટે ખૂશીના સમાચાર છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય ચૂંટણીપંચે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં દસ ટકા વધારાની દરખાસ્તને મંજૂરી આપી છે. જેનો લાભ ગુજરાતના આઠ લાખ કર્મચારીઓને મળશે. આનો અમલ ગત પહેલી જાન્યુઆરીથી થશે. એટલું જ નહીં, કેન્દ્રીય ચૂંટણી પંચે દરખાસ્ત મંજૂર રાખતા આઠ લાખ કર્મચારીઓને 1300 કરોડ ચૂકવાશે. નોંધનીય છે કે, ગુજરાત સરકારે કર્મચારીઓના હિતમાં કેન્દ્રીય ચૂંટણી પંચને પ્રપોઝલ મોકલી હતી. જેને મંજૂરી આપી દેવામાં આવી છે.

No comments:

Post a Comment