Friday, 31 October 2014

નવી વર્ધિત પેન્‍શન યોજના અંતર્ગત કર્મચારીઓને રજાના રોકડમાં રૂપાંતર અંગે પરિપત્ર પ્રસિદ્ધ

New Vardhit Pension Scheme-Circular(Date:20/10/2014) Babat-News Paper News

Download official Cirular:click Here

રાજયના નાણા વિભાગના નાયબ સચિવ (પેન્‍શન અને તિજોરી) કે.ડી. સુથારની સહીથી સરકારે તા. ર૦-૧૦-ર૦૧૪ના રોજ નવી વર્ધિત પેન્‍શન યોજના અંતર્ગત સરકારી નોકરીયાતોને નિવૃતિ-અવસાન વખતે જમા રજાનું રોકડમાં રૂપાંતર થવા બાબતે પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે.
   પરિપત્રમાં જણાવાયું છે કે ભારત સરકારના તા. ર૧-૪-ર૦૦૪ના ઓફીસ મેમોરેન્‍ડમના મુદ્દા (૧) થી અપાયેલ સ્‍પષ્‍ટતા મુજબ, રાજય સરકારમાં તા. ૧-૪-ર૦૦પ પછી નિમણૂંક પામેલ કર્મચારી/અધિકારીઓ, જેઓને નવી વર્ધિત પેન્‍શન યોજના (એનપીએસ) લાગુ છે તેમને ગુજરાત મુલ્‍કી સેવા (રજા) નિયમો, ર૦૦રના નિયમો મુજબ જ તેઓને નિવૃતિ/અવસાન સમયે જમા રજાનું રોકડમાં રૂપાંતર નિયમોનુસાર મળવાપાત્ર થશે તેમજ તા. ૧-૪-ર૦૦પ પછી રાજય સરકારમાં નિમણૂંક પામેલ કર્મચારી/અધિકારીઓ કે જેઓ રાજય/કેન્‍દ્ર સરકારની બીજી નોકરીમાં જોડાય અથવા કેન્‍દ્ર સરકારની એન.પી.એસ. યોજના હેઠળ નિમણૂંક પામેલ કર્મચારી/અધિકારી જો રાજય સરકારની સેવામાં જોડાય તો તેઓની ઉકત બન્ને સેવા માત્ર રજાના હેતુ માટે સળંગ ગણી તેને પણ નિવૃતિ/અવસાન સમયે રજાનું રોકડમાં રૂપાંતર નિયમાનુસાર મળવાપાત્ર થશે. રાજય સરકારમાંથી બોર્ડ-નિગમમાં કે બોર્ડ નિગમમાંથી રાજય સરકારમાં જોડાતા કર્મચારીઓને આ લાભ મળવાપાત્ર રહેશે નહિ તે.
 

No comments:

Post a Comment