ગુજરાત રાજયમાં ઉર્દૂ માધ્યમના વિદ્યાસહાયકોની ભરતીમાં અનુ સૂચિત જાતિ અને જનજાતિના અનામત ઉમેદવારો ઉપલબ્ધ નહી હોવાથી ઉર્દૂ માધ્યમના વિદ્યાસહાયકો(પ્રાથમિક શિક્ષકો)ની તમામ અનામત બેઠકો બિનઅનામતમાં તબદિલ કરવા અને આ અંગે કાયદાનુસાર ત્રણ
મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા ગુજરાત હાઇકોર્ટે બહુ મહત્વનો આદેશ રાજય સરકારને કર્યો છે.
હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયામાં બેલેન્સ જળવાઇ રહે તે હેતુથી આ હુકમ કરવો જરૃરી છે કેમ કે, એકબાજુ, અનામત ઉમેદવારો ઉપલબ્ધ નહી હોવાથી જગ્યાઓ ખાલી ના રહે અને બીજું કે, યોગ્ય અને લાયકાત ધરાવતા ઉમેદવારોને બંધારણની કલમ-૧૪ અંતર્ગત નોકરીની સમાન તક પ્રાપ્ત થાય.
જસ્ટિસ આર.એચ.શુકલએ તા.૨૫-૭-૧૪ની સરકાર દ્વારા અપાયેલી જાહેરાત અનુસંધાનમાં ઉર્દૂ માધ્યમના વિદ્યાસહાયકોની અનુસૂચિત જાતિ અને જનજાતિની અનામત બેઠકો બિનઅનામત(ઓપન કેટેગરી) માં તબદિલ કરી તે અંગેની અખબારોમાં નવી જાહેરાત
આપવા અને ત્યારબાદ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા સ્પષ્ટ તાકીદ કરી હતી. ઉર્દૂ માધ્યમમાં પીટીસી કર્યુ હોય તેવા ઓપન કેટેગરીના ઉમેદવારો દ્વારા કરાયેલી સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નં-૧૦૮૯૫/૨૦૧૪ માં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, સરકાર દ્વારા તા.૨૫-૭-૧૪ના રોજ જુદા જુદા માધ્યમોમાં વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત આપી હતી, જેમાં ઉર્દૂ માધ્યમના વિદ્યાસહાયકોની ૧૧૪થી વધુ અનામત(અનુસૂચિત જાતિ, જનજાતિ અને બક્ષીપંચની) બેઠકો ભરવાની હતી. પરંતુ
રાજયમાં ઉર્દૂ માધ્યમમાં પીટીસી કરેલું હોય તેવા વિદ્યાસહાયક માટે અનામત ઉમેદવારો ઉપલબ્ધ જ નથી. આ અંગે અરજદારપક્ષ તરફથી કોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, રાજયમાં એકમાત્ર પીટીસી કોલેજ ખમાસા પી.આર.ટ્રેનીંગ કોલેજ છે, જયાં તમામ મુસ્લિમ ઉમેદવારોએ જ ઉર્દૂ માધ્યમમાં પીટીસી પૂર્ણ કર્યું છે. મુસ્લિમોમાં અનુસૂચિત જાતિ(એસસી) અને અનુસૂચિત જનજાતિ(એસટી)ની કોઇ કેટેગરી જ હોતી નથી અને પરિણામે, ઉર્દૂ માધ્યમની સરકાર દ્વારા જે અનામત બેઠકોની જાહેરાત આપવામાં આવી છે, તે માટે કોઇ લાયક ઉમેદવારો ઉપલબ્ધ થતા નથી. પરિણામે,
અરજદારો જેવા ઓપન કેટેગરીના બિનઅનામત ઉમેદવારો કે જેઓ યોગ્ય લાયકાત અને પરિપૂર્ણતા ધરાવે છે તેઓ
વિદ્યાસહાયકની ભરતીમાં તકથી વંચિત રહી જાય છે. ખુદ રાઇટ ટુ એજયુકેશન એકટમાં પણ વિદ્યાસહાયકોની જગ્યા કાઇપણ
સંજોગોમાં દસ ટકાથી ખાલી કયારેય ના રહેવી જોઇએ તેવી જોગવાઇ છે તેનું અને ખુદ હાઇકોર્ટના સંબંધિત ચુકાદાનું પ્રસ્તુત
કેસમાં ઉલ્લંઘન થાય છે. તેથી હાઇકોર્ટે ઉર્દૂ માધ્યમના વિદ્યાસહાયકોની અનામત બેઠકો તે કેટગરીના ઉમેદવારો ઉપલબ્ધ
નહી હોવાથી બિનઅનામતમાં રૃપાંતરિત કરી ઓપન કેટેગરીથી ભરવી જોઇએ
No comments:
Post a Comment