- પ્રાથમિક શિક્ષકોને મળવાપાત્ર નવ, વીસ અને ૩૧ વર્ષના પગાર ફિક્સેસનના કેસો, છઠ્ઠા પગારપંચના પગાર વેરીફેકેશન બાકી સ્ટીકરો, મકાન પેશગી અને વ્યાજની એનઓસી આપી ર્સિવસબુકમાં નોંધ કરવી, બીએલઓની કામગીર કરનાર શિક્ષકોને મળવા પાત્ર રજાઓની ર્સિવસબુકમાં અન્ટ્રી કરવા, ગાંધીનગર તાલુકાની શાળાઓને અઢી વર્ષથી કન્ટીજન્સીના નાણાં નહિ મળવા સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ઢીલી નિતિ દાખવવામાં આવતા શિક્ષકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. શિક્ષકોના પડતર પ્રશ્નોનો તાકિદે ઉકેલ લાવવાની માંગ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી છે.
પ્રાથમિક શિક્ષકોને મળવાપાત્ર નવ, વીસ અને ૩૧ વર્ષના પગાર ફિક્સેસનના કેસો, છઠ્ઠા પગારપંચના પગાર વેરીફેકેશન બાકી સ્ટીકરો, મકાન પેશગી અને વ્યાજની એનઓસી આપી ર્સિવસબુકમાં નોંધ કરવી, બીએલઓની કામગીર કરનાર શિક્ષકોને મળવા પાત્ર રજાઓની ર્સિવસબુકમાં અન્ટ્રી કરવા, ગાંધીનગર તાલુકાની શાળાઓને અઢી વર્ષથી કન્ટીજન્સીના નાણાં નહિ મળવા સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ઢીલી નિતિ દાખવવામાં આવતા શિક્ષકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. શિક્ષકોના પડતર પ્રશ્નોનો તાકિદે ઉકેલ લાવવાની માંગ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી છે.
રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના અનેક પડતર પ્રશ્નોનો છેલ્લા ઘણાં સમયથી ઉકેલ લાવવામાં નહિ આવતા શિક્ષકોને કચેરીના ધક્કા ખાવાની ફરજ પડી છે. પડતર પ્રશ્નો અંગે શિક્ષકોએ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘને લેખિત રજુઆત કરી હતી. શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે સંઘે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજુઆત કરીને શિક્ષકોના પડતર પ્રશ્નોનો તાકિદે ઉકેલ લાવવાની માંગણી કરી છે. શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે શૈક્ષિક સંઘના પ્રમુખ મેરાજભાઇ દેસાઇના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર તરફથી પ્રાથમિક શિક્ષકોને નોકરીના ૯, ૨૦ અને ૩૧ વર્ષે પગાર ફિક્સેસનનો લાભ આપવામાં આવે છે. તેમ છતાં જિલ્લાના અનેક શિક્ષકોને ૯, ૨૦ અને ૩૧ વર્ષના પગાર ફિક્સેસનનો લાભ મળ્યો નથી. જેને પરિણામે પગાર ફિક્સેસનના કેસો બાકી રહેવા પામ્યા છે. જેને પરિણામે શિક્ષકોને આર્િથક નુકશાન વેઠવાની ફરજ પડી છે. આથી પગાર ફિક્સેસનના કેસોનો તાકિદે નિકાલ લાવવાની માંગણી કરી છે. પ્રાથમિક શિક્ષકોએ વસ્તી ગણતરી-૨૦૧૧ની કામગીરી
કરવા છતાં શિક્ષકોને મળવાપાત્ર રજાઓની એન્ટ્રી ર્સિવસબુકમાં કરવામાં નહિ આવતા શિક્ષકોને રજાઓ ભોગવી શકતા નથી. છઠ્ઠા પગારપંચના ઓનલાઇન વેરીફીકેશન મામલે અનેક શિક્ષકોના સ્ટીકરો બાકી હોવા છતાં સ્ટીકરો લેવામાં આવ્યા નથી. જે શિક્ષકોએ મકાન પેશગી લોનની ભરપાઇ કરી દીધી હોવા છતાં તેવા શિક્ષકોને કચેરી તરફથી એનઓસી આપવામાં નહિ આવતા તેની એન્ટ્રી ર્સિવસબુક થઇ નથી. જિલ્લાના ગાંધીનગર તાલુકાના શિક્ષકોના પગારમાંથી સીપીએફની કપાત કરવામાં આવે છે. તેમ છતાં આજ દિન સુધી શિક્ષકોને સીપીએફની તેમજ વર્ષ-૨૦૧૩-૧૪ ની જીપીએફ હિસાબની સ્લીપો આપવામાં આવી નથી તેવો આક્ષેપ સંઘે કર્યો છે.
સંઘના મહામંત્રી હસમુખભાઇ પટેલે જણાવ્યું છે કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને દર વર્ષે કન્ટીજન્સી ખર્ચ આપવામાં આવે છે. તેમ છતાં રાજ્યના પાટનગર ગાંધીનગર તાલુકાની શાળાઓને છેલ્લા અઢી વર્ષથી કન્ટીજન્સીના નાણાં આપવામાં આવ્યા નથી. આથી શાળાઓનો કન્ટીજન્સી ખર્ચ ક્યાં ગયો તેની તપાસ કરીને શાળાઓને આપવાની માંગ કરી છે. શિક્ષકોના ઉપરોક્ત પડતર પ્રશ્નોનો તાકિદે ઉકેલ લાવવાની માંગ સાથે શૈક્ષિક સંઘે જિલ્લા પ્રાર્થમિક શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી છે.
Friday, 22 August 2014
પ્રાથમિક શિક્ષકોના વર્ષો જૂના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા સંઘની માંગ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment