-->શિક્ષકોની ભરતી પૂર્વે લેવામાં આવતી ટાટની પરીક્ષામાં ઈતિહાસ વિષયના ઉમેદવારોની બાદબાકી કરવામાં આવી હતી.ઈતિહાસના ઉમેદવારોને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી ના-ઈન્સાફીના મસલે ઉમેદવારો લાલઘૂમ થઈ ગયા હતા.દરમિયાન ઉચ્ચ શિક્ષણ વિભાગને રોષિત ઉમેદવારો સામે ઘૂંટણીયુ ટેકવવુ પડયુ હતું. ઈતિહાસના ઉમેદવારો પણ ટાટની પરીક્ષા આપી શકશે.તેવો શિક્ષણ વિભાગે પીછેહઠ સમાન નિર્ણય લઈને થૂકેલુ ચાટવુ પડયુ હતું.
આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ભરતી પૂર્વેની ટાટ યોજવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનુ શરૃ કરવામાં આવ્યુ છે.ટાટની આ પરીક્ષામાં ઈતિહાસની બાદબાકી કરીને ઈતિહાસ વિષયના હજારો ઉમેદવારો સાથે અન્યાય કરવામાં આવ્યો હતો.દરમિયાન ઉચ્ચ શિક્ષણ વિભાગના આ અન્યાય સામે નહિ ઝુકવાના નિર્ધાર સાથે ઉમેદવારોએ લડી લેવાનુ મન બનાવ્યુ હતું.આ અન્યાયને વાચા આપવા માટે લોકાભિમુખ દૈનિક 'સંદેશ'માં અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો.લોકાભિખુખ દૈનિકમાં 'સંદેશ'માં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ આખરે ઉચ્ચ શિક્ષણ વિભાગની આંખ ઊઘડતા હરકતમાં આવ્યુ હતું.અને અન્યાયગ્રસ્ત છાત્રોના હિતમાં આળસુ ઉચ્ચ શિક્ષણ વિભાગને ઝુકવાની ફરજ પડી હતી.અને ઈતિહાસ વિષયના ઉમેદવારો પણ ટાટની પરીક્ષા આપી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.શિક્ષણ વિભાગના આ નિર્ણયને પગલે ઈતિહાસના હજારો ઉમેદવારોના ચહેરા પર પ્રસન્તાની ચમક આવી ગઈ હતી.
No comments:
Post a Comment